અમારી સંસ્થા વિશે

“શ્રીકચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ સંસ્થા, ગાંધીનગર ખાતે ૧૯૮૮થી કાર્યરત છે. સ્થાપક પ્રમુખશ્રી જયેન્દ્રસિંહ એમ. જાડેજા તથા જાગૃત રાજપૂત પરિવારના પ્રયત્નથી વિજયાદશમીનાં પવિત્ર દિવસે શરૂ થયેલી સંસ્થા આજે ૬૫૦ જેટલા કુટુંબોના સમર્થ સંગઠનમાં પરિણામી છે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા ઇન્કમટેક્ષની કલમ ૮૦-જી હેઠળ નોંધાયેલ છે તથા રેગ્યુલર ઓડિટ થાય છે. ગાંધીનગર શેહેરના મહત્વને સમજીને સમગ્ર ગુજરાતમાંથી વ્યવસાયિક અને શૈક્ષણિક કારણસર દર વર્ષે નવા ૨૫-૩૦ રાજપૂત કુટુંબો શેહેરમાં વસવાટ કરવા આવે છે તથા સંસ્થા સાથે કાયમી રીતે જોદાય છે. ગાંધીનગરમાં વસતા સમાજનાં પરિવરોના પ્રશ્નોમાં મદદરૂપ થવું, સામાજીક તથા શૈક્ષણિક વિકાસનો વ્યાપ વઘારવો, વ્યસનમુક્તિ અભિયાન તથા મહિલા કેળવણી આદોલન જેવા સેવાકીય ઉદેશ્યમાં સંસ્થાનું નોધપાત્ર યોગદાન રહ્યું છે.

ગાંધીનગર માં લેકાવાડા સ્થિત IAS ACADEMY નું સમગ્ર ગુજરાત ના સેવા ભાવી રાજપૂતો ના અનુદાન દ્વારા નિર્માણ અને સંચાલન આ સંસ્થા માટે સમાજ નો વિશ્વાસ અને દૂરદર્શિતા પ્રતિબિંબિત કરે છે. પ્રથમ રાજપૂતાણી કોન્ફરન્સનું આયોજન, દશેરા મહોત્સવ, રોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, મહારાણા-પ્રતાપજયંતી વિશાળ રેલીનું દર વર્ષે આયોજન, વિવિધ શૈક્ષણિક, સામાજિક પ્રવૃત્તિઓની આ સંસ્થા ધમધમે છે. દર વર્ષે ઓછામાં ઓછા ૨૦-૨૫ જુદા જુદા કાર્યક્રમોનું ઓયોજન સફળતાપૂર્વક અહી થાય છે. વિદ્યાર્થી માટે માર્ગદર્શન શિબિરો સમગ્ર વર્ષા દરમિયાન અહી ચીલું જ હોઈ છે. સંસ્થાની નિસ્વાર્થ ભાવનાવાળી ટીમમાં સૌને સાથે રહી ચાલવાની અદભુત શિસ્ત, ક્ષમતા અને સામર્થ્ય છે.

અમારી સંસ્થાનું વિઝન

“રાજપૂત સમાની સામાજિક-આર્થિક ઉન્નતિ થકી સમગ્રતયા સ્થિતિ સુધરે તે માટેના શક્ય તમામ સર્વાંગીણ પ્રયત્નો હાથ ઘરવા. દરેક કુટુંબ સુધી પહોચવાનો શક્ય પ્રયત્ન કરી, જુદા જુદા આયામો દ્વારા તેમના વિકાસમાં ખૂટતી કડીને જોડવાનો સામુહિક પ્રયત્ન કરવો અને તેમાં સફળતા મેળવી સમગ્ર રાજપૂત સમાજમાં નવોન્મેષ લાવવો.

અમારી સંસ્થાનું મિશન

“ગુજરાતમાં વસ્તા રાજપૂત યુવાધન શૈક્ષણિક, આર્થિક ઉન્નતિ માટે GPSC અને UPSC કક્ષાના તાલીમ વર્ગોઅને અન્ય કૌશલ્ય વિકાસ માટે જરૂરી પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલિત કરવા. ગાંધીનગરમાં વસ્તા પરિવારના સર્વાંગી વિકાસમાં સહભાગી થવાની સાથે નવયુવાનો માં ક્ષત્રિયધર્મના સંસ્કારનું સિંચન કરવું.