ABOUT IAS ACADEMY

૯૯૯ થી યુવાનોને સરકારી, બિન-સરકારી અને અન્ય રોજગારી પ્રાપ્ત કરાવવા કમર કસી. સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું.ધીમે-ધીમે પરિણામો મળતા ગયાં, સુધરતા ગયા, ઉત્તમ આવતા ગયા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના માર્ગદર્શનના ક્ષેત્રમાં સામાજિક ક્ષેત્રે કામ કરતી રાજ્યની આ શ્રેષ્ઠ સંસ્થા બની ગઈ.અન્ય સમાજોએ તેની નોંધ લીધી. પોતાના ક્ષેત્રોમાં સમાન પ્રકારે તે સમાજોએ પણ આ ક્ષેત્રમાં કામ ચાલુ કર્યું. આ સંસ્થા તેમાં પથ દર્શક બની.સમગ્ર રાજ્યમાં રાજપુતોની વસ્તી ૧૨% આસપાસ છે. અહિં આપવામાં આવતી નિષ્ણાત તાલીમ- ફોલોઅપ અને અહીં વિદ્યાર્થીઓને મળતા વાતાવરણને કારણે વર્ષ ૧૯૯૯ થી ૨૦૧૮ સુધીમાં ગુજરાતમાં લેવાયેલ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા GPSC વર્ગ-૧/૨ થી પોલીસ કોન્સ્ટેબલ સુધી પસંદગી પામેલ રાજપૂત ઉમેદવારોની ટકાવારી ૨૦% થી ૨૩% જેટલી રહી છે. આ આપણા સમાજ માટે એક અભૂતપૂર્વ સફળતા છે.ગુજરાતની જુદા-જુદા શહેરોની સ્થાનિક રાજપૂત સંસ્થાઓએ પણ પૂરક ભૂમિકા ભજવી, સ્થાનિક કક્ષાએ માર્ગદર્શનની વ્યવસ્થા ગોઠવી તેમાં આ સંસ્થાના નિષ્ણાતોને બોલાવ્યા. પરિણામે છેલ્લા ૧૮ વર્ષમાં સમગ્ર રાજ્યમાં આશરે ૧૨૦૦૦ (બાર હજાર) જેટલા આપણાં દિકરા-દિકરીઓ પોતાની મહેનત થી કોઈપણ જાતની યુક્તિ-પ્રવૃત્તિઓમાં પડ્યા વગર કાયમી સરકારી કરીઓ મેળવી શક્યા. ૧૯૯૯ થી જે પરિણામો જાહેર થયાં તેમાં ૭૦ ટકા પરિણામોમાં પ્રથમ નંબર ઉપર રાજપૂત દીકરો કે દીકરી જ છે. તેમણે આપણને સૌને ગૌરવ પ્રદાન કર્યું.૯૯% પરિણામોમાં પ્રથમ ૧ થી ૧૦ ક્રમમાં આપણો દીકરો કે દીકરી અચૂક હોય જ છે.આ ૧૨૦૦૦ દીકરા-દીકરીઓને તાલીમ આપવાનો બધાં સમાજો કે બધી રાજપૂત સંસ્થાઓએ જે ખર્ચ કર્યો હશે તે ૧૮ વર્ષમાં કુલ મળીને આશરે રૂા. ૧૦ કરોડ જેવો થાય તેવો અંદાજ છે. રાજપુત સંસ્થાઓએ છેલ્લા ૧૮ વર્ષમાં કરેલ આ રૂા.૧૦ કરોડના ખર્ચની સાપેક્ષમાં જે ૧૨૦૦૦ દિકરા-દિકરીઓ સરકારી નોકરીમાં જોડાયા, તેમણે જે પગાર પ્રાપ્ત કર્યો તેનો અંદાજ રૂા.૨૫૦૦ (બે હજાર પાંચસો) કરોડ થવા જાય છે.આ આવક કુટુંબ, સમાજ, રાજ્ય અને દેશના HDI (Human Development Index)માં પૂરક બની.જિલ્લે-જિલ્લે, તાલુકે-તાલુકે અને ગામે-ગામ એક આંદોલન ફેલાયું-ફેલાતું જાય છે, વિસ્તૃત થતું જાય છે.દાતાશ્રીઓમાં પણ આ પરિણામોએ અસર કરી. તેમનું દાન સાર્થક થાય તેવી દિશામાં આપવું જોઇએ તેવી પણ એક જાગૃતિ આવી. તેના પરિણામો પણ નરી આંખે દેખાવા લાગ્યા છે.

ગાંધીનગરમાં ટાંચા સાધનોમાં ઉત્તમ કામ થયું. રાજ્યકક્ષાની પરીક્ષાઓમાં પણ પરિણામો મળ્યા હવે કેન્દ્રીય પરીક્ષાઓમાં UPSC તેમજ અન્યમાં પણ તાલીમ આપી ઉચ્ચકક્ષાના અધિકારીઓ તૈયાર કરવા IAS/ કરીયર એકેડેમી શરૂ કરવા નક્કી કર્યું.૨૦ વર્ષના મનોમંથન બાદ દાતાશ્રીઓના, સામાજિક-રાજકીય આગેવાનોના, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના અને અનેક કાર્યકર્તાઓના દૃઢ સંકલ્પના પરિણામે માત્ર ૨ વર્ષના ટૂંકાગાળામાં લેકાવાડા-ગાંધીનગર ખાતે સંસ્થાએ ખરીદેલ જમીન ઉપર બાશ્રી દશરથબા મહેન્દ્રસિંહજી પરમાર રાજપુત IAS અને કરિયર એકેડમી, ડૉ. સી. જે. ચાવડા(ધારાસભ્ય શ્રી, ગાંધીનગર) છાત્રાલય અને શ્રી અનિરૂધ્ધસિંહ નોંઘુભા જાડેજા(CMD-GTPL) ઓડિટોરિયમ આકાર પામી ચૂક્યું છે. બાંધકામ ૯૦ ટકા પૂર્ણ થયેલ છે. ૨ મહિનામાં ૧૦૦ ટકા પૂર્ણ થશે.

———————————————————————————————
માર્ગદર્શિકા SKKRSS સંયુક્ત પ્રવેશ પરીક્ષા- UPSC-2019

SKKRSS સંયુક્ત પ્રવેશ પરીક્ષા- UPSC-2019 બેચ.pdf


Instruction.pdf