“શ્રીકચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ સંસ્થા, ગાંધીનગર ખાતે ૧૯૮૮થી કાર્યરત છે. સ્થાપક પ્રમુખશ્રી જયેન્દ્રસિંહ પી. જાડેજા તથા જાગૃત રાજપૂત પરિવારના પ્રયત્નથી વિજયાદશમીનાં પવિત્ર દિવસે શરૂ થયેલી સંસ્થા આજે ૬૫૦ જેટલા કુટુંબોના સમર્થ સંગઠનમાં પરિણામી છે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા ઇન્કમટેક્ષની કલમ ૮૦-જી હેઠળ નોંધાયેલ છે તથા રેગ્યુલર ઓડિટ થાય છે. ગાંધીનગર શેહેરના મહત્વને સમજીને સમગ્ર ગુજરાતમાંથી વ્યવસાયિક અને શૈક્ષણિક કારણસર દર વર્ષે નવા ૨૫-૩૦ રાજપૂત કુટુંબો શેહેરમાં વસવાટ કરવા આવે છે તથા સંસ્થા સાથે કાયમી રીતે જોદાય છે. ગાંધીનગરમાં વસતા સમાજનાં પરિવરોના પ્રશ્નોમાં મદદરૂપ થવું, સામાજીક તથા શૈક્ષણિક વિકાસનો વ્યાપ વઘારવો, વ્યસનમુક્તિ અભિયાન તથા મહિલા કેળવણી આદોલન જેવા સેવાકીય ઉદેશ્યમાં સંસ્થાનું નોધપાત્ર યોગદાન રહ્યું છે.
પ્રિય વિદ્યાર્થી મિત્રો ,
શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ વધુ ને વધુ સક્ષમ અને સમર્પિત અધિકારીઓ સમાજને પ્રદાન કરવાના નિષ્ચિત ધ્યેય સાથે આગળ વધી રહયું છે. ગઇ કાલે Ias/ Civil services નીપ્રથમ બેચ પસંદ કરવા બે મહિનાના પ્રયાસોને અંતે રજિસ્ટ્રેશન કરાવનાર ૩૭૬ વિદ્યાર્થીઓ પૈકીના ૨૩૩ રાજપૂત દિકરા દિકરીઓ અે પ્રવેશ પરીક્ષા આપી.જેમાં ૪૯ તો દિકરીબાઓ હતાં.! પરીક્ષા પછીથી માત્ર ૫ કલાકના સમયમાં પ્રોવિઝનલ પરિણામ તૈયાર થયું. ફાઇનલ પરિણામ મુખ્ય વર્ણનાત્મક પરીક્ષા ના પેપર્સ અને ઇન્ટરવ્યૂ બાદ થશે. પરંતુ સંસ્થા અે પોતાના કર્મઠ કાર્યકર્તા દ્વારા સંપૂર્ણ પ્રતિબદ્ધતા નુ અેક ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું. ને પ્રથમ નજરે આટલા સ્ટાન્ડર્ડ પેપરમાં પણ આપણાં વિદ્યાર્થીઓ અે ઘણી સારી રીતે દેખાવ કર્યો તે આનંદની વાત કહેવાય. જે વિદ્યાર્થીઓ પોતાની જાતને under estimate કરતાં હતાં તેમનામાં આ પરીક્ષામાં પોતાના સારા દેખાવથી નવા પ્રાણ નો સંચાર થશે. ૨૩૩ વિદ્યાર્થીઓ ની કામ ચલાઉ મેરીટ યાદી સામેલ છે જે દરેક વિદ્યાર્થીઓ માટે અેક સુધારાત્મક અભિગમ પ્રદાન કરશે તેવી આશા સહ વંદન અને જય માતાજી. ટીમ SKKRSS.