“શ્રીકચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ સંસ્થા, ગાંધીનગર ખાતે ૧૯૮૮થી કાર્યરત છે. સ્થાપક પ્રમુખશ્રી જયેન્દ્રસિંહ પી. જાડેજા તથા જાગૃત રાજપૂત પરિવારના પ્રયત્નથી વિજયાદશમીનાં પવિત્ર દિવસે શરૂ થયેલી સંસ્થા આજે ૬૫૦ જેટલા કુટુંબોના સમર્થ સંગઠનમાં પરિણામી છે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા ઇન્કમટેક્ષની કલમ ૮૦-જી હેઠળ નોંધાયેલ છે તથા રેગ્યુલર ઓડિટ થાય છે. ગાંધીનગર શેહેરના મહત્વને સમજીને સમગ્ર ગુજરાતમાંથી વ્યવસાયિક અને શૈક્ષણિક કારણસર દર વર્ષે નવા ૨૫-૩૦ રાજપૂત કુટુંબો શેહેરમાં વસવાટ કરવા આવે છે તથા સંસ્થા સાથે કાયમી રીતે જોદાય છે. ગાંધીનગરમાં વસતા સમાજનાં પરિવરોના પ્રશ્નોમાં મદદરૂપ થવું, સામાજીક તથા શૈક્ષણિક વિકાસનો વ્યાપ વઘારવો, વ્યસનમુક્તિ અભિયાન તથા મહિલા કેળવણી આદોલન જેવા સેવાકીય ઉદેશ્યમાં સંસ્થાનું નોધપાત્ર યોગદાન રહ્યું છે.

પ્રિય વિદ્યાર્થી મિત્રો ,

શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ વધુ ને વધુ સક્ષમ અને સમર્પિત અધિકારીઓ સમાજને પ્રદાન કરવાના નિષ્ચિત ધ્યેય સાથે આગળ વધી રહયું છે. ગઇ કાલે Ias/ Civil services નીપ્રથમ બેચ પસંદ કરવા બે મહિનાના પ્રયાસોને અંતે રજિસ્ટ્રેશન કરાવનાર ૩૭૬ વિદ્યાર્થીઓ પૈકીના ૨૩૩ રાજપૂત દિકરા દિકરીઓ અે પ્રવેશ પરીક્ષા આપી.જેમાં ૪૯ તો દિકરીબાઓ હતાં.! પરીક્ષા પછીથી માત્ર ૫ કલાકના સમયમાં પ્રોવિઝનલ પરિણામ તૈયાર થયું. ફાઇનલ પરિણામ મુખ્ય વર્ણનાત્મક પરીક્ષા ના પેપર્સ અને ઇન્ટરવ્યૂ બાદ થશે. પરંતુ સંસ્થા અે પોતાના કર્મઠ કાર્યકર્તા દ્વારા સંપૂર્ણ પ્રતિબદ્ધતા નુ અેક ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું. ને પ્રથમ નજરે આટલા સ્ટાન્ડર્ડ પેપરમાં પણ આપણાં વિદ્યાર્થીઓ અે ઘણી સારી રીતે દેખાવ કર્યો તે આનંદની વાત કહેવાય. જે વિદ્યાર્થીઓ પોતાની જાતને under estimate કરતાં હતાં તેમનામાં આ પરીક્ષામાં પોતાના સારા દેખાવથી નવા પ્રાણ નો સંચાર થશે. ૨૩૩ વિદ્યાર્થીઓ ની કામ ચલાઉ મેરીટ યાદી સામેલ છે જે દરેક વિદ્યાર્થીઓ માટે અેક સુધારાત્મક અભિગમ પ્રદાન કરશે તેવી આશા સહ વંદન અને જય માતાજી. ટીમ SKKRSS.

Updates

  • નવી ફાઉન્ડેશન બેચ- ૨૦૨૫-૨૬ ની જાહેરાત તથા પ્રવેશ પરીક્ષાની ઓનલાઇન ફોર્મ
  • ફાઉન્ડેશન બેચ ૨૦૨૪-૨૫ ની પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર
  • Super 30 Final Result and Admission Procedure-2024
  • અગત્યનું નિવેદન [Important Notice-2022]
  • The Ultimate destination for Rajput youth

Important News

  • ભૂતપૂર્વ વિદ્યાર્થી-તાલીમાર્થી માહિતી ફોર્મ-2022
  • UPSC/GPSC Provisional Ans. Key(17-1-2021)
  • Entrance Exam Paper(17-1-2021)
  • કન્યા છાત્રાલય અનુદાન અપીલ..

skkrss ગાંધીનગર સંચાલિત નવ નિર્માણ પામી રહેલી ૧૦૦ દિકરીબાઓનો સમાવેશની ક્ષમતા ધરાવતી બાશ્રી હંસાબા ચંદનસિંહજી રાજપૂત કન્યા છાત્રાલય માટે આજે મળ્યું ₹10,0000/- ( દસ લાખ ) નું બે રુમો માટેનું માતબર દાન.

1. ₹5,00,000/- ( પાંચ લાખ) બાશ્રી રતનબા વિઠ્ઠલજી ગોહિલ મુ. નવાગાન (નાના) તા. ઘોઘા ,હાલ ભાવનગર

2. ₹ 5,00,000 ( પાંચ લાખ ) શ્રી ગંભીરસિંહજી વિઠ્ઠલજી ગોહિલ અને બાશ્રી લીલાબા ગંભીરસિંહજી ગોહિલ મુ.નવાગામ ( નાના) તા.ઘોઘા,હાલ ભાવનગર તરફથી એક એક રુમ માટે સહાય મળી છે.

હજુ ગઇ કાલ ૬ જુલાઇ ના રોજ જ બેઝમેન્ટનું પ્રથમ ધાબુ ભરાયું અને ચિંતા થઇ કે ₹4/- કરોડનો આ પ્રોજેક્ટ પૈસાના વાંકે અટકશે તો નહીં ને? ત્યાં આ રકમ આવી ગઇ. ભગવાન બહુ દયાળુ છે. સારા કામ તે ક્યારે પણ અટકવાદેતો નથી. મદદ માટે તે હંમેશાં દેવદૂતો મોકલતો જ રહે છે. આવા જ એક દેવદૂત નું તેણે આજે મિલન કરાવ્યું અને તે છે શ્રી રાજદેવસિહજી ગંભીરસિહજી ગોહિલ IAS- કલેક્ટર શ્રી આણંદ. તેમનો આભાર માનીએ એટલો ઓછો

એક વર્ષ માં આ પ્રોજેક્ટ પુરો કરવો છે. જે દાતાશ્રીએ દાન જાહેર કર્યું છે તેમને દાન જમા કરાવવા અને જેમને આ પુણ્ય કમાવું હોય તેમને મીઠાં આવકાર છે. ધન્યવાદ .જય માતાજી. અશોકસિહ પરમાર નિયામક skkrss રાજપૂત IAS એકેડેમી લેકાવાડા ગાંધીનગર . રમજુભા જાડેજા મેનેજિંગ ટ્રસ્ટી અને સમગ્ર skkrss ટીમ.

શ્રી રાજદેવસિહજી ગંભીરસિહજી ગોહિલ IAS- કલેક્ટર શ્રી આણંદ.